Pages

Thursday, March 7, 2019

ગુજરાતનું મીની અમરનાથ || Tapkeswar Mahadev || Gujarat Nu Mini Amarnath Taokeswar Mahadev

Mini Amarnath  મીની અમરનાથ ગુજરાત 
શુ ? તમે જાણો છો આપણા ગુજરાતનું મીની અમરનાથ શિવલિંગ ક્યાં અને કઈ જગ્યાએ આવેલું છે અને તેમનો ઇતિહાસ શું છે ?
    જૂનાગઢ થી આશરે 100 Km દૂર ગીર જંગલ માં ગીર ગુંદાળા ગામ ની બાજુમાં અને ચંદ્ર ભાગા નદી પાસે પહાડી અને ડુંગરાઉ વિસ્તારની ટેકરી ઉપર ગુફામાં આવેલું છે,અને આ ગુફા માં જવા માટે પહાડી અને જંગલમાં 2Km પગપાળા ચાલી ને જવું પડે છે ।।
         આ શિવલિંગ નું નામ ટપકેશ્વર મહાદેવ છે,ટપકેશ્વર મહાદેવ એટલા માટે કહેવામાં આવે છે કે આ શિવલિંગ ની ઉપર ગુફા ની છત ઉપરથી સદા ને માટે પાણી ટપકતું રહે છે , અને આ પાણી ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તેનું રહસ્ય આજ સુધી કોઈ પણ જાણી શક્યું નથી ।।
         એવું પણ કહેવાય છે કે આ શિવલિંગ સ્વયંભૂ પ્રગટ છે, અને આ શિવલિંગ નો અભિશેક સ્વયં માતા ગંગા કરે છે ,અને જ્યાં જ્યાં પાણી ટપકે છે ત્યાં ત્યાં વરસો પછી આપો આપ શિવલિંગ બની જાય છે ।।
         એક સત્ય એ પણ છે કે કોઈ પણ વિપરીત કાળ માં આ શિવલિંગ ઉપર પાણી ટપકવાનું બંધ નથી થયું અને ટેકરી ની ગુફા માંથી પાણી ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તે આજ સુધી એક રહસ્ય છે ।।
         લોક વાયકા અનુસાર એમ પણ કહેવામાં આવે છે કે સ્વયં ભગવાન કૃષ્ણ અને પાંચ પાંડવો એ આ શિવલિંગ ની પૂજા કરી હતી ,અને જયારે પાંડવોને અજ્ઞાતવાસ મળ્યો ત્યારે કેટલાક મહિના આ ગુફામાં રહીને આ ટપકેશ્વર મહાદેવ શિવલિંગ ની પૂજા કરી હતી ।।
        24 કલાક  શિવલિંગ ઉપર પાણી ટપકતું હોવાથી આ શિવલિંગ ને મીની અમરનાથ તરીકે ઓળખાય છે ।।